Sunday, 11 April 2021

ઔષધિ વનસ્પતિ

1) અધેડો 

HINDI :- લટજીરા
SCIENTIFIC NAME :- Achyranthes aspera 
અન્ય નામ : DEVIL 'S HORSEWHIP 






નાનો વર્ષાયું છોડ છે.
ફળ સીધી ડાળી  પર થાય  છે.

1)મગજ ના અનેક રોગો પર આ ઔષધિ તરીકે વપરાય છે.
2)કફ અને મેદસ્વીતા માં તેમજ ઝેરી જ્ંતુના દંશ માં વપરાય છે 


2) અર્જુન ( સાદડ )

SCIENTIFIC NAME :- Terminalia arjuna 







ભેજવાળા પાનખર,થડ સફેદ અથવા લીલાશ પડતું હોય છે
તેના પર સફેદ ફૂલ આવે છે.
છાલ નો ઉપયોગ હૃદયરોગ માં થાય છે.


3) અરડૂસી 

SCIENTIFIC NAME :- Adhatoda vasica  







તેના છોડ ઘરઆંગણે વાવેલા હોય છે
તેના પાન  જામફળ જેવા અણીદાર હોય છે
તેના પર સફેદ ફૂલ બેસે છે.
જે સિંહ ના મોઢાજેવા હોવાથી તેને સિહાસ્ય પણ કહે છે
ક્ષય રોગના નિદાન માટે,ખાંસી ના લોકો માટે.
અતિ કડવી હોય છે.

4) અરીઠા

SCIENTIFIC NAME :- sapindus laurifolius






તે વિષનાશક છે.
તેનો ઉપયોગ સરપવીશ,અફીણ, મોરથૂથું વગેરે ની ઝેરી અસરને દૂર કરવા માટે થાય છે.
તેનુંપાણી માથું ધોવામાં વપરાય છે
ઘરેણાનો મેલ સાફ કરવા તેનું પાણી સોની લોકો તે વપરાય છે.

5) અશ્વગંધા

SCIENTIFIC NAME :-withania somniforia






લીલાશ પડતાં પીળા રેંગનો સૂક્ષ્મ ફૂલો વાળો છોડ હોય છે
તે એક શક્તિ વર્ધક છે.

6) આવળ મીંધી

SCIENTIFIC NAME :- Cassia italica





તેના વેલા જમીન પર પથરાય છે
તેના પાન લંબગોળ હોય છે.
તેના પર ચપટી શિંગો આવે છે
ભારે વરસાદ અને અતિ ઠંડુ હવામાન તેને માફક આવતું નથી

7) આવળ

SCIENTIFIC NAME :- Cassia auriculata






8) અશોક

SCIENTIFIC NAME :- Saraca asoca






સદાહરિત વિશાળ વૃક્ષ બાગ બગીચમાં વાવવામાં આવે છે
ડાળીઓ પર ઘણા પાન લાગે છે.
ફૂલ ચરકતા નારંગી ,લાલ-પીળા રંગના ગુછા માં આવે છે.

9) ઇન્દ્રજવ

SCIENTIFIC NAME :- Wrightia tomentosa






6 થી 8 ફૂટ ઊંચું પાનખર જંગલી ઝાડ છે
બદામ ના પાન જેવા તેના પાન છે.
તેની શિંગોમાંથી બી નીકળે છે

10) કરંજ

scientific name :- pongia pinnata





અતિ સુંદર સદાહરિત વૃક્ષ નદીના કાંઠા કોતરોમાં આવેલું હોય છે
ફૂલ ગુલાબી સફેદ હોય છે.
બીજમાથી તેલ કાઢવામાં આવે છે
સુશોભિત વૃક્ષ તરીકે રસ્તા,નહેર, રેલ્વે લાઇન પર ઉછેરવામાં આવે છે.

11) ખેર

SCIENTIFIC NAME :- Acasia catechu







ગુજરાતનાં બધા જગલોમાં થાય છે.
20 થી 30 ફૂટ ઊંચા ઝાડનો ગુંદર ખાવાલયક હોય છે.
થડના મધ્ય ભાગ માથી લાકડાના કટકા ઉકારીને તેમાથી કાંથો મેળવાય છે
ખાવાના પાન માં તેનો ઉપયોગ થાય છે.

12) દારૂડી

SCIENTIFIC NAME :- Argenome mexicana





કાંટા વારો જંગલી છોડ જમીન પર જોવા મળે છે
ગોળ ફળ થાય છે.
તેના બીજમાથી પીળા રંગનું તેલ નીકળે છે.
બીજનો ઉપયોગ કફ ,દમ ,પેટના રોગોમાં થાય છે.

13) દમવેલ

SCIENTIFIC NAME:- Tylophora indica



સવ્રત્ર જગ્યાએ બીજા વૃક્ષો ,વાડ ઝાંખરા માં સદાહરિત વેલ તરીકે ચઢતી જોવા મળે છે
તેના મૂળ અને પાન માં આલ્કોલોઇડ તત્વ હોય છે.
અસ્થમા દમ અને મરડો મટાડવા માટે થાય છે.

14) પારિજાતક

SCIENTIFIC NAME :- Nyctanthes arbortristis





બગીચા અને ઘર આંગણામાં જોવા મળે છે.
તેના ફૂલમાંથી કેસરી રંગોના ડાય બને છે.
તેને શ્રાવણ થી આસો માસ માં ફૂલ બેસે છે.
તેના ફૂલ કેસરી અને સફેદ રંગના દાંડીવાળા હોય છે.
ફૂલ સુવાસિત હોય છે.
શિયાળામાં પારિજાતકને બીજા લાગે છે..
તેના ફળ ચપતા બટન જેવા હોય છે.
તેના બી વાટીને ખોડા ઉપર લેપ કરી શકાય છે.
તેના ફૂલ રાત્રે જ ખીલે છે.અને મળસ્કે ખરી પડે છે.

15) બહેડો

SCIENTIFIC NAME :- Terminalia bellirica





તેના ઝાડ ઊંચા હોય છે. જંગલો માં જોવા મળે છે.
ઝાડ પરના ગોળ ફળને બહેડા કહે છે.તેના પાન વડના પાંદડા જેવા હોય છે.
તે દાહ દૂર કરે છે. શરીરની બળતરા પર તેના ઠરીયા ની અંદરની મીજ વાટીને લેપ કરવાથી મટે છે.

16) બીયો

SCIENTIFIC NAME :- Pterocarpus marsupium




મોટું વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે.જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે.
લાકડાને પાણીમાં પલાળી ને પીવાથી મધુપ્રમેહ માં રાહત આપે છે..

17) વિકળો

SCIENTIFIC NAME :- Maytenus emarginata





ડાળીઓવાળું ક્ષુપ ઉપરની નાની કાળી લાલ બદામી રંગની ,પાન લંબગોળ હોય છે.
કાંટામાંથી પાન નીકળતા હોય છે.
પાન કમળાના રોગમાં દવા તરીકે વપરાય છે.

18) હરડે

SCIENTIFIC NAME :- Terminalia chebula








હરડે ઝાડો સાફ કરવામાં ઉપયોગ થાય છે.

19) ઈસબગુલ

SCIENTIFIC NAME :- Plantago ovata



તેના બીજ કબજિયાત અને પેટના વિકારોમાં ઉપયોગી છે.

20) સાટોડી

SCIENTIFIC NAME :- Boerhavia diffusa





જમીનપર ફેલાતી રસદાળ વનસ્પતિ દરેક જગ્યાએ જોવા મળે છે.
જેના પાન અનિયમિત જોડીમાં દરેક ગાંઠ ઉપર લંબગાળો અને જાડા હોય છે.
જાંબલી રંગના ફૂલ બારેમાસ હોય છે.
મૂળનો ઉપયોગ દમ.પેટનાદરદો, કમળો ,મસા માં વપરાય છે.


21) સમુદ્રસોખ

SCIENTIFIC NAME :- Argyreia nervosa





મોટી ,સફેદ રસદાર જાડી વેલ મોટાપાન તથા આછા ગુલાબી રંગના ફૂલ સાથે જોવા મળે છે.
જે બગીચા માં જોવા મળે છે.
પાન હદયાકાર
મૂળનો રસ સંધિવામાં ઉપયોગી છે.
ચામડીના રોગો મટાડવા થાય છે.

22) શંખપુષ્પી

SCIENTIFIC NAME :- Evolvulus alsinoides





નાનોછોડ પડતર રેતાળા જમીનમાં પથરાયેલો હોય છે.
પાન ભાલાકાર અને ફૂલ સફેદ જાંબલી રંગના હોય છે.
પાનની ધૂણી દમ અને શ્વાસ ના રોગોમાં ઉપયોગી છે.

23) શિકાકાઈ

SCIENTIFIC NAME :- Acacia sinuata






વેલા ની જેમ આધાર સાથે ચઢતું મધ્યમ આકારનું વૃક્ષ જંગલમાં થાય છે.
તેની  શિંગોમાં રેનીન પુષ્કળ પ્રમાણ માં હોય છે.સ્ત્રોઑ ના વાળ ધોવામાં અને સાબુ તેમજ શેમ્પુની બનાવાટ માં

24) સર્પગંધા

SCIENTIFIC NAME :- Rauewolfia serpentina






નાનો રૂવાતીવાળો છોડ બગીચા ઘર આંગણે ઉછેરવામાં આવે છે.
ફૂલ સફેદ અને ગુલાબી તથા ગુછ્છા માં જોવા મળે છે.

25) સપ્તપર્ણ

SCIENTIFIC NAME :- Alsotonia scholaris




મોટું હરિયાળું હોય છે..
વૃક્ષની ડાળી અને પાંદડા વગેરેમાં સફેદ દૂધ જેવા ,કડવો રસ હોય છે.
છાલ ખરબચડી અને ઘેરીરખોડી હોય છે.વૃક્ષની સુકવેલી સીએચએલ અતિસર,મરડો અને મલેરિયાના તાવમાં ઉપયોગી હોય છે.

26) વછ્નાગ
SCIENTIFIC NAME :- Gloriosa superba






ખાનદેશ અને સાતપુડા પરવટમાં છોડ ઘણા પ્રમામાં જોવ મળે છે.
ચોમાસા માં  જોવા મળતી વેલ છે.
ફૂલ લાલ પીળા ખૂબ સુંદર હોય છે.
તેના મૂળ દૂધ જેવા સફેદ હોવાથી તેને દૂધિયો વછનાગ પણ કહે છે.
તેના મૂળ ઝેરી હોય છે.
તેના ફળ ઘરના છાપરે નાખવાથી ઘરમાં ક્લેશ ,લડાઈ, ઝઘડા થાય એવિ લોકોમાં માન્યતા છે.

27) વાવડિંગ

SCIENTIFIC NAME :- Embelia ribes





વાવડિંગ જાડી ક્ષુપ આકારની વેલ છે.
તે કૃમિનાશક હોય છે.

28) વીંછીકાંટો

SCIENTIFIC NAME :- Acalypha indica





સર્વત્ર જોવા મળતો આ નાનો છોડ ઋતુ મુજબ દર વર્ષે ઊગતો વાર્ષિક છોડ છે.
પાંદંડા ની લંબાઈ કરતાં તેનાપર્ણદંડ લાંબા હોય છે.ત્રાંસી અને મુલાયમ વાળવારી
ડાળીઓ ધરાવે છે
આ છોડ માં એકાઈલીનીન નામનું આલ્ક્લોઈડ હોય છે.


29) ધંતૂરો

SCIENTIFIC NAME :- Datura metel






તેના કાળા અને ધોળા ભેદથી બે જાતના ફૂલ થાય છે
દવાના ઉપયોગમાં કાળો ધતૂરો ઉપયોગ થાય છે.
અત્યંત ઝેરી હોયં છે
શ્વાસ ચઢે ત્યારે તેને શાંત કરવા તેના બીની ધૂણી આપવામાં આવે છે

30) નગોડ

Scientific name :- Vitex negundo






તેના નદી કીનારે થાય છે.
તે સદાહરિત છે
તેના ફૂલ સફેદ ભૂરા રંગના હોય છે.

31) બોરસલી

scientific name :- Mimusops elengi








તેનું ઝાડ ઘણું ઘટાદાર હોય છે
તેના પાંદડાં આંબાના પાનને થોડા ઘણા મળતા આવે છે.
ગોળ બટન જેવા સફેદ સુંગધી ફૂલો થાય છે
તેના ફળ નાની બદામ જેવા સિંદુર રંગના હોય છે
તેના બી તથા કાળા મરીનો ઉપયોગ હરસ અને મસા મટાડવા ઉપયોગ થાય છે

32) ભોયરિંગણિ
scientific name :- Solanum surattense






છોડ વેલરૂપે જમીન પર ખૂબ પ્રસરે છે.
તેના પણ પર કાંટા હોય છે.
તેના પર સોપારી જેવડા ફળ આવે છે.
દશમૂળ વાયુના રોગો મેળવવા કામમાં આવે છે

33) ભિલામો

scientific name :- Semecarpus anacardium સ








ઘણું મોટું ઝાડ હોય છે.
તેના પર કાજુ જેવા ફળ હોય છે
તેનું તેલ ઘણું જ દાહક હોય છે
તે શરીર ના કોઈપણ ભાગ પર લાગવાવથી ફોલ્લા પડી ખંજવાર આવે છે
ધોબી તેને કપડાં પર નિશાન કરવા માટે વાપરે છે
તેના ડાઘ કપડાં પરથી જતો નથી.

34) મામેજવો

scientific name :- Enicostema hyssopifolium





વર્ષાળુ છોડ છે
જેના થડ માથી ડાળીઓ અને નાના ભાલાકાર પણ નિકરેલા જોવા મળે છે
મધુપ્રમેહ માં ઉપયોગ થાય છે .

35) માલકાંગણી

scientific name :- celastrus paniculata






જાડો વેલો લીલાશ પડતાં પીળા ફૂલ સાથે ઝંખડા વાડ પર જોવા મળળે છે
તેની ડાળી નો મલમ સોજા ગુમડા ઉપર લગાડવામાં આવે છે.
તે કામોતેજક છે
બીજ સંધિવા ,તાવ અને લકવામાં વપરાય છે
છાલ બેરીબેરી માં વપરાય છે.

36) આંકડો

scientific name :- Calotropis gigntia 






તેના પણ વડના જેવા પણ જાડા હોય છે.
તેના  જાંબુડી તથા સફેદ એમ બે જાતના ફૂલ થાય છે.
તેના  ફળ પાકી સુકાઈ ફાટવાથી રૂ નીકળે  છે.
શરીરની વેદના પર બાહ ઉપચાર તરીકે તેનું દૂધા ચોપડાય છે.
તે કુદરતનું એર  કંડીશનર છે.
તે વાતવારણ ને ઠંડુ રાખે છે. 

37) અરણી 

scientific name :- clerodendron phlomidis 





ગામડામાં ખેતરોની વાડોમાં  પાંચથી દસ ફૂટ ઊંચો હોય છે.
તેને ધોળા ,સુંદર ,સૂંગદીદાર ફૂલો આવે છે.ઔષધમાં તેના પાન અને મૂળ વપરાય છે. 

38) એરંડો 

scientific name :- Ricinus communis 





દિવેલનો છોડ પણ કહે છે.
તે 2 કે 3 વર્ષ સુધી જીવે છે.તે લાલ અને ધોળા એમ બે જાતના હોય છે.
દિવેલ માથી  તેલ કાઢવામાં  આવે છે.

39)  ઉમરડો 

scientific name :- Ficus racemosa 






તે સદાહરિત છે
તેના પર અંજીર જેવા ફળ આવે છે.
તે ફળ પાકે ત્યારે ગુલાબી રંગના હોય છે.
 તેના ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાથી પાણીના ઝરણા મળે છે.
તેને cluster fig પણ કહે છે. 

40) કડાયો 

scientific name :- Sterculia urens 







મોટા કદનું સુખું પાનખર વૃક્ષ પથરાળ અને ડુંગરાળ જુંગલોમાં જોવા મળે છે.
પાનખર ઋતુ પછી ડાળીઓ થડનો રંગ  સફેદ થી ગુલાબી થઈ જાય છે.
પાન  ગુલાબી ,લીલા રંગના લંબગોળ જોવા મળે છે.

41)  કરમદા 

scientific name :- carissa carandas 









હમેશ લીલું રેહતું કાતાળું અને મધ્યમ કદનું હોય છે.
આછી ગુલાબી ઝાંખ ધરાવતા સફેદ અને મંદ સુંગધ વાળા પુષ્પો પર લીલા,જાંબુડિયા અથવા કાળા રંગના ફળો બેસે છે.
તે મુરબ્બો માં વપરાય છે.

42) પીલુડી | Salvadora Persica | मेस्वाक | पिलु |






 
પીલુડી, સાલ્વાડોરાની એક species છે અને સદીઓથી કુદરતી ટૂથબ્રશ તરીકે વપરાય છે. 
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પીલુડીના દાંતાણનો ઉપયોગ કરી, fiborius છેડાઓ થી કરવામાં આવતી મૌખિક સ્વચ્છતાની વિશિષ્ટ નોંધ લેવા માં આવેલ છે.
પીલુડી નું દાતણ, જેને મેસ્વાક તરીકે ઓળખવામાં આવે છે, તે સમગ્ર: the Arabian Peninsula, Iranian Plateau, as well as the wider Muslim world માં દાંતની સફાઈ માટે લોકપ્રિય છે. તેનો ઉપયોગ ૭૦૦૦ વર્ષ પહેલાંથી થતો રહ્યો હોય એવું માનવામાં આવે છે.
મેસ્વાકના ગુણધર્મોને આ રીતે વર્ણવવામાં આવ્યા છે: 
"દાતણના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ સિવાય તે દાંતની કુદરતી રચના અને ક્રિયાઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
 દાંતની સફાઈ માટે કુદરતી ટૂથબ્રશ તરીકે સચોટ રીતે ઉપયોગ થાય છે. આવું દાતણ અસરકારક, સસ્તું, સહેલાઈથી ઉપલબ્ધ થતું હોય છે અને સાથોસાથ અનેક તબીબી ગુણધર્મો ધરાવતું હોય છે".
 પીલુડી ને એક મોટો છોડ અથવા નાનું ઝાડ કહી શકાય. 
પક્ષીઓ ને અત્યંત આકર્ષતા, તેનાં રસ ઝરતાં નાના ફળોની ભાગ્યે જ નોંધ લેવાય છે;  આ ફળ,તાજા અને સૂકા એમ બંન્ને  રીતે, ખાઈ શકાય છે. આના બીજ વિખેરાવા માં પક્ષીઓ મદદરૂપ થાય છે.
 રણનો છોડ પીલુડી, બારમાસી ઝાડ તરીકે અત્યંત ખારાશ અને દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ઉગે છે.
પીલુડી સમગ્ર ભારતના (the Indian Arid Zone) ખારાશવાળા શુષ્ક ક્ષેત્રમાં અને દુષ્કાળની પરિસ્થિતિ....એમ બંને સંજોગો હેઠળ ટકી રહે છે.
પીલુડી નું મૂળ (વતન) મધ્યપૂર્વ અને આફ્રિકા છે.



ઔષધિ વનસ્પતિ

1) અધેડો  HINDI :- લટજીરા SCIENTIFIC NAME :- Achyranthes aspera  અન્ય નામ : DEVIL 'S HORSEWHIP  નાનો વર્ષાયું છોડ છે. ફળ સીધી ડાળી  પર થ...